લેખિકા રક્ષા ભટ્ટ મહાબલિપુરમના અદભૂત સ્થાપત્યો અને મદ્રાસ ક્રોકોડાઈલ બેંકના વન્યજીવનના રોમાંચક અનુભવોને શબ્દસ્થ કરે છે. રાય ગોપુરમની શિલ્પકલાથી લઈને રોમ્યુલસ વિટેકરના સાપ-મગરના સંરક્ષણ કેન્દ્ર સુધીની આ પ્રવાસકથા શિલ્પ, સાહસ અને પારિવારિક સ્મૃતિઓનો એક આસ્વાદ્ય દસ્તાવેજ છે.
વર્ષ ૧૯૯૯ના નવેમ્બરમાં ચેન્નઈથી શરૂ થયેલી તિરુવન્નામલાઈ, પોંડિચેરી અને મહાબલિપુરમની Action pack travel circuitનો આજે છેલ્લો દિવસ હતો. મોટા ભાઈ સુભાષે design કરેલા આ પ્રવાસ અને પ્રવાસની up to date આઈટીનરીમાં મારા સ્થાપત્ય પ્રેમને માન આપીને મહાબલિપુરમ નામના, યુનેસ્કો વિશ્વ વારસાના સ્મારકોથી સભર, સમુદ્ર તટીય ગામના દિવસો વધુ ફાળવ્યા હતા અને એ ફાળવેલા દિવસોનો પણ આજે અંતિમ દિવસ હતો.
આ અંતિમ દિવસે, કુલ ચાલીસ જેટલી UNESCO Group Of Monumentsના માલિક મહાબલિપુરમની મીઠ્ઠી સવારે, અમે બંગાળના ઉપસાગરથી આવતી હવાની થપથપથી ઉઠી, ચા-નાસ્તો, સ્નાન કરી વિજયનગર વંશના અપૂર્ણ રહિ ગયેલા મંદિરના રાય ગોપુરમ તરીકે ઓળખાતા Gate-towerને જોવા ગયા.
Elevated અને ઊંચા સ્થાને બિરાજમાન આ સ્મારક સ્થાને અમે પહોંચ્યા ત્યારે સવારનો તાજ્જો સૂર્યપ્રકાશ ખડક પર રહેલા આ ગોપુરમ વગરના પ્રવેશદ્વારને પોતાના તેજથી સૂર્ય સ્નાન કરાવી રહ્યો હતો.
મહાબલિપુરમના ગેસ્ટ હાઉસમાંથી ઉતરી ત્યારે જ કેમેરાને કિટમાંથી બહાર કાઢીને સજ્જ થયેલી મેં ડાબી બાજુ રહેલા તાડના વૃક્ષ સાથે આ રાય ગોપુરમનો ફોટો પાડ્યો જે ફોટામાં પ્રવેશદ્વારો જ હતાં પરંતુ દક્ષિણ ભારતની દ્રવિડિયન સ્થાપત્ય શૈલીની ઓળખાણ સમું ગોપુરમ નોહતું કારણ કે ગોપુરમનું નિર્માણ થાય તે પહેલા જ વિજયનગર વંશના આ સ્મારકનું નિર્માણ કાર્ય અટકી ગયું હતું અને રાય ગોપુરમ તરીકે જાણીતા આ સ્મારકમાં ગોપુરમ જ નહોતુ બાંધી શકાયું.
મેં પાડેલા ફોટાના સંયોજનમાં Foregroundમાં લીધેલો ખડક મહાબલિપુરમના ખડકાળ characterને high light કરતો હતો અને Fifty-Fiftyના સંતુલિત સંયોજનમાં પચાસ ટકાનું આકાશી કેનવાસ worth sketchable આ રાય ગોપુરમના સ્તંભોને દર્શાવતું હતું અને કહેતું પણ હતું કે ‘Pillars of the ruins of a gateway door’ એવી રીતે ઉલ્લેખાતું આ સ્મારક રતીભાર પણ ખંડેરની હાલતમાં નથી જણાતું.

આ સ્મારક માટેના મારા આવા first sight loveને સમેટી-સંકેલીને હું મારા બંને સહપ્રવાસીઓ સાથે થોડા ડગલા આ સ્મારક તરફ આગળ વધી અને વિસ્તૃત અને ખાસ્સા મુશ્કેલ અને ઝીણવટ ભર્યા stone carving ધરાવતા સ્તંભોને મેં આકાશની શ્વેત-ધવલ ઓથે એકબીજામાં મર્જ ન થાય તેમ જીલ્યા.

એ પછી પલ્લવ વંશના અધૂરા સ્વપ્ન જેવા આ મંદિરના પ્રવેશદ્વાર તરફ ગઈ જ્યાં ખોબલે-ખોબલે સૂર્યપ્રકાશ પથરાયેલો હતો તેવી, દિવાલ સાથે જોડાયેલી, બે સ્તંભિકાઓ કે pilasterનું મેં vertical composition લઈ સવારના કુણા તડકે વિષય પ્રકાશ અને સંયોજનની ત્રણ પાયાની શરત પૂર્ણ કરીને એક તસવીર ખેંચી.
અર્ધસ્તંભની Architectural ઓળખ લઈને ઉભેલા સ્થાપત્ય કલાના વાસ્તુ ઘટક જેવા આ બંને સહાયક સ્તંભો દિવાલને impressively અલંકૃત કરતાં દિવાલ સાથે જડાયને પલ્લવ વંશના artisansની ઓળખ આપી રહ્યા હતા. સ્મારકની દિવાલ પરની ઉભાર વાળી આ કલાત્મક સ્તંભિકાઓને ન કોઈ base હતો કે ન કોઈ સ્તંભ શીર્ષ [Capital] અને તેમ છતાં મનમોહિ લે તેવી આ સ્તંભિકાઓ અને તેની જમણી બાજુએ રહેલી તેની બાજુની સ્તંભિકાઓના પડછાયાને જીલીને મેં ફરી એક vertical એટલે લંબરૂપ સંયોજન અંકે કર્યું જે પણ, once again, એક સ્તંભિકાનું જ હતું પરંતુ આ સ્તંભિકા કોઈ સામાન્ય સ્તંભિકા નોહતી.
ભગવાન શ્રી વિષ્ણુના દસ અવતારો દર્શાવતી આ સ્તંભિકાના baseમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા શ્રી હરિની સમભંગ પ્રતિમા હતી જેના ચરણો શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા ત્યારે જે cross legged મુદ્રા હોય તેવી મુદ્રામાં કંડારેલા હતા. સ્તંભિકાના આવા અલંકૃત base પછી ક્રમશઃ ઉપર-ઉપર જતી નાની-નાની પ્રતિમાઓ ભગવાન શ્રી વિષ્ણુના દસ અવતારોની હતી અને જાણે શેષનાગની કોઈ વેલ [Creeper] હોય તેમ ક્રમબધ્ધ રીતે ઊભી હરોળમાં આલેખાયેલી હતી.
મહાબલિપુરમમાં સ્થિત એક ઊંચી ગિરિમાળા [Ridge] પર રહેલા આ રાય ગોપુરમ તરીકે ઓળખાતા દ્રવિડિયન શૈલીના અધૂરા મંદિરના કેટલાક સ્તંભોના baseમાં સિંહાકૃતિની બદલે દ્રારપાલિકાઓ હતી જેના શિલ્પો water nymph એટલે જલપરી જેવા જણાતાં હતા અને આવા અલંકૃત સ્તંભો વાળા પ્રવેશદ્વાર સાથે કલાત્મક દિવાલોનો ઘેરાવો હતો જે દિવાલોને ટેકનિકલી perimeter wall કહિ શકાય.
અસંખ્ય પાનાઓમાં પાથરી શકાય તેવા આ અપૂર્ણ સ્મારકને સવારની તડકિમાં explore કરી ગ્રેનાઈટના ઊંચા અને elevated સ્થળેથી ફરી એક વખત ચાલીસ-ચાલીસ સ્થાપત્યો, લીલાછમ વૃક્ષો અને કોરોમંડળ સમુદ્ર તટથી સુંદર લાગતાં મહાબલિપુરમનું વિહંગાવલોકન કરી અમે ત્રણેય સહપ્રવાસીઓએ એકાદ રેસ્ટોરેન્ટમાં દક્ષિણ ભારતીય વ્યંજનો ઉપર ચા-કોફી ચડાવી અને ગેસ્ટ હાઉસ પર જઈ સામાન પેક કર્યો અને ટેક્ષીમાં બેસીને મહાબલિપુરમથી અઢાર કિલોમીટર દૂર રહેલા The world of reptiles તરીકે ઓળખાતાં Madras Crocodile Bank Trust And Centre for Herpetology નામના સ્થળ તરફ પ્રયાણ કર્યું.

ખરેખર તો બીજા દિવસની સવારે દસને દસ આસપાસ અમારી ચેન્નઈથી અમદાવાદ સુધીની return journey શરૂ થવાની હતી એટલે finally અમે મહાબલિપુરમને આવજો કહિ ચેન્નઈ સુધીની સત્તાવન કિલોમીટરની રોડ ટ્રીપમાં મહાબલિપુરમથી ચેન્નઈ પહોંચવાના East coast road પર આવેલા આ વિશ્વ પ્રખ્યાત મગરમચ્છ અભયારણ્ય અને મગરમચ્છના ઉછેર કેન્દ્રને જોવા-જાણવા આવેલા.
મહાબલિપુરમથી East coast road પરની drive પછી હાઈ-વે પર રહેલા Reptile Zoo એટલે સરીસૃપોના પ્રાણી સંગ્રહાલયની બહાર અમે ટેક્ષી ઉભી રાખી અને ટીકીટ લઈને અંદર પ્રવેશ્યા.

સાપ અને મગરમચ્છ જેવા સરીસૃપો અને ઉભયજીવીઓ પર કાર્યરત આ સરીસૃપ સંગ્રહાલયમાં પ્રવેશતાં જ જમણી બાજુ એક સોવિનિયર શોપ હતી જ્યાં wild life card, post cards, stickers અને ટી-શર્ટસ મળતા હતા અને સાપ ઉપરના સચિત્ર પુસ્તકો પણ મળતાં હતા. થોડુ આગળ ચાલ્યા કે લીલા કાચ સરોવર જળની બહાર પંદર-વીસ મગરમચ્છને દિવસનો તડકો લેતા જોયા. એ સિવાય પણ કેટલાક મગરમચ્છ પગથિયે તો એકાદ-બે આમ જ આડા-અવળા પડ્યા પડ્યા તડકામાં basking કરતાં હતા કે પેટ ઘસડતા સરકતા હતાં.
મગરમચ્છ જેવા આ semiaquatic જીવોના ફોટા પાડિ હું, સુભાષ અને બા જ્યાં ઉભા હતા, ત્યાં ગઈ જે એક એવી જગ્યા હતી જ્યાં સિમેન્ટીંગ કરેલી ઓરસ-ચોરસ ઊંડી કુંડી હતી અને તે ખાસ્સી મોટી કુંડીમાં માટીના માટલા હતાં અને તેમાં ઝેરી સાપ રાખ્યા હતા.
દરેક માટલાને આપણે તડકા-છાયાના અથાણાને કપડું બાંધીએ તેવું સફેદ કપડું બાંધેલું હતું અને તમિલનાડુ, કેરલ અને કર્ણાટકની સાપ પકડતી ઈરુલા(Irula) વનવાસી પ્રજાના કાર્યકરો આ મદ્રાસ ક્રોકોડાઈલ પાર્કના snake parkમાં આવતાં-જતાં પ્રવાસીઓને સાપનું ઝેર કેવી રીતે કાઢી શકાય તે દર્શાવી રહ્યા હતા.

વિવિધ ઝેરી સાપના ચાર્ટ, તેના નામ, તેનો પરિચય, વિવિધ સૂચનાઓ ઉપરાંત ચાલીસથી વધુ, માતાજીના ગરબાની sizeના, માટલા લાઈનબંધ પડ્યા હતા. આવા માટલામાંથી ઈરુલા જાતિના ખાખી ગણવેશ ધારી એક જુવાન કાર્યકરે એક દો-ચશ્મી એટલે Spectacle cobra બહાર કાઢી અમારી દેખતાં જ તે નાગને (Cobra) રમતો મુક્યો.
હું, બા અને સુભાષ તો સિમેન્ટથી પાક્કિ બાંધેલી તે ઓરસ-ચોરસ ઊંડી કુંડી ઉપરથી આ ફેણ કાઢેલા સાપને જોઈ રહ્યા હતા અને છતાંય બીક લાગતી હતી અને તેમ છતાં આખોને આખો wild life માહોલ જોઈને મારો વન્યજીવન પ્રેમી જીવ તો એટલો જાગી ગયેલો કે મેં દોચશ્મી સાપના ઘણા બધા ફોટા પાડ્યા.
હાથમાં લોખંડના સળિયાથી એ Spectacle cobraને હેન્ડલ કરીને પછી અમારી દેખતાં જ આ કોબ્રાને, ઓલા જુવાન ઈરુલા જાતિના છોકરાએ, સટ્ટાક દેખાનો, પૂછડીથી પકડિ, હાથ ખૂબ ઝડપથી મોઢા સુધી લઈ જઈ, મોઢેથી પકડી, મોઢું ખોલી-દબાવી તેનું ઝેર કાઢ્યું.
આ બધું થયું એટલી વારમાં મને wild lifeનો નશો ચડેલો હતો એ વખતથી મોટાભાઈ, સુભાષ પાસેથી સાંભળેલુ અમેરિકન-બોર્ન Indian herpetologist એવા Romulus Whitakerને, આ વિશાળ crocodile park અને snake parkની એકાદ કેડિ પરથી, આવતાં જોયા અને ભારતના અનેક ઊંચા ગજાના awardsથી નવાજેલા તે બહાદુર wildlife conservationistને હું મનોમન નતમસ્તક થઈ અને તેમને તેમના બે પુત્રો સાથે વાતો કરતાં જોઈ રહિ.

ખૂબ લાડથી જેને વન્યજીવન પ્રેમીઓ રોમ વીટેકર કહે છે તે રોમ્યુલસને આમ જાણે સપનું આવ્યું હોય તેમ જોઈને અમે જમીન પર ખોડેલા લાકડાના props પર ચોટીને રહેલી અને તડકામાં basking કરતી કેટલીક ઘોને પણ જોઈ અને મહાબલિપુરમથી ચેન્નઈ જતાં રસ્તામાં આવતા આ crocodile parkની સોવિનિયર શોપમાંથી મને ગમતી wildlife product ખરીદીને Romulus Whitekarની common Indian snakes જેવી field guideના ફોટોગ્રાફ્સ જોયા અને તેમણે લખેલા અનુભવ સિધ્ધ સચિત્ર પુસ્તકો પર ઉડતી નજર ફેરવીને દરિયા કિનારાની 8.5 એકર કરકરી ભૂમિ પર છવાયેલા અને પૃથ્વી પરનો ૧૫૦ કિલોનો સૌથી વજનદાર Green Anaconda ધરાવતાં આ crocodile અને snake parkથી ચાલીસ કિલોમીટર દૂર રેહલા ચેન્નઈ પહોંચવા taxiમાં બેઠા.
East coast road પરના ખુશનુમાં પવન વચ્ચે અમારી ગાડી full speedમાં ચેન્નઈ તરફ જઈ રહિ હતી અને હું, સુભાષે ગોઠવેલી perfect travel circuitમાં રમણાશ્રમ, પોંડિચેરી, ઓરોવિલ, મહાબલિપુરમ અને Madras crocodile parkમાં વિતાવેલા સોનાના લગડી પટ્ટા જેવા સમયના સ્મરણો અને ક્ષણોને કોઈ ફિલ્મ માફક જોઈ રહિ હતી જેમાં બા-સુભાષની genuine પ્રવાસી spirit તો હતી જ પરંતુ સુભાષ મને, indirectly, લાંબા પ્રવાસો માટે દિક્ષિત કરતો હતો તેવા ગુરુ-શિષ્ય પરંપરાના પાક્કા અનુભવનો અહેસાસ પણ હતો.
આવી સુખદ return journeyના સથવારે અમે ચેન્નઈ પહોંચ્યા. ચેન્નઈ રેલ્વે સ્ટેશન પાસે એક હોટેલમાં ઉતારો લીધો અને બપોરના ભોજન, નાનકડિ નિંદર અને ચા પછી ચેન્નઈથી દસ કિલોમીટર દૂર રહેલા ટી નગરના કાંચીપુરમ સિલ્ક સાડિ Showroomમાંથી કાંજીવરમ, કાંચીપુરમ, પોચમપલ્લી જેવી તમિલનાડુ base સિલ્ક સાડીઓ જોઈ-ખરીદી અને સુભાષની ફેવરીટ હોટલ શ્રવણા ભવનમાં ડિનર લઈ હોટલે પહોંચ્યા અને ગમતી ટ્રાવેલ circuitની છેલ્લી રાત્રે સામાન pack કરી બીજી સવારે દસને દસની નવજીવન સુપરફાસ્ટ એક્સ્પ્રેસમાં બેસીને ચેન્નઈથી અમદાવાદ પહોંચ્યા.
મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.