Published Date :

 By : રક્ષા ભટ્ટ

  • Image-Not-Found

વર્ષ 2000માં લેખિકાએ કચ્છના ધમડકાની મુલાકાત લઈ ઐતિહાસિક અજરખ બ્લોક પ્રિન્ટિંગ કલા અને નેશનલ એવોર્ડ વિજેતા ખત્રી પરિવારના જીવનને નજીકથી નિહાળ્યું. કુદરતી રંગો અને પરંપરાગત ભાત દ્વારા જીવંત રહેલી આ દસ પેઢી જૂની કલા, સંઘર્ષો છતાં આજે વિશ્વસ્તરે ગુજરાતનું ગૌરવ વધારી રહી છે.

વર્ષ 2000ની બીજી નવેમ્બરે શરું કરેલી કચ્છની છએક દિવસની સળંગ circuitનો આજે છેલ્લો દિવસ હતો. હું અને મારી સહપ્રવાસી, બિંદુ ભટ્ટ છઠ્ઠી નવેમ્બરની સવારે ભુજથી ભચાઉ થઈ ભચાઉથી કંથકોટ ગયા હતા. બપોરે બે-અઢી  સુધી ઊંચી ટેકરી પર રહેલો કંથકોટનો કિલ્લો અને એ કિલ્લા પરના પ્રાચીન જૈન અને સૂર્યમંદિર કર્યા પછી નાથ સંપ્રદાયના કંથડનાથનું દહેરું (shrine) પણ કરી કંથકોટના કિલ્લેથી તળેટીએ આવ્યા અને વિચાર્યું કે આટલા વહેલા ભુજ જવાની બદલે ચાલો, કંથકોટથી ભચાઉ થઈને ધમડકા જઈએ અને અજરખ hand block printના artisansને મળીએ અને થોડિ ખરીદી પણ કરીએ.




    થયું એવું કે એસ ટી બસ દ્વારા કંથકોટથી ભચાઉ થઈને ધમડકા પહોંચવામાં અમને દોઢ-બે કલાક થયા.એસ ટી સ્ટેન્ડથી ચાલતા ચાલતા ધમડકા ગામમાં પ્રવેશ્યા ત્યારે નળિયા વાળા ઘરો પસાર કરતાં કરતાં ક્યાંક બસ કે ખટારાના ટાયર લગાડેલા બળદ ગાડા જોયા અને તે ગાડામાં કાળી કામળી ઓઢીને બેઠેલી સ્ત્રીઓ પણ જોઈ.


    

ગામના રસ્તાની ધારે ક્યાંક બે-ચાર ગાયું બેઠી હતી અને એસ ટી સ્ટેન્ડથી અમારી સાથે જ ધમડકા ગામમાં પ્રવેશેલા રબારીઓનો એક સમૂહ ગામ ભણી જતો હતો.બસમાંથી ઉતરીને કેમેરાને તો મેં તરત જ ગળામાં ભરાવી દિધો હતો એટલે ધમડકા ગામના રસ્તે મળતો કોઈ વિષય કેમેરાની જોળીમાં ભરવાનો છૂટી ન જાય. 
    

 કશું છૂટી ન જાય તેવા ઉત્સાહના આ છેલ્લા દિવસે ધમડકા ગામની છેલ્લી મુલાકાત કચ્છના અંતરિયાળ ગામોના ગ્રામ્યજીવનથી સભર હતી. ધમડકા ગામના આવળ-બાવળ વચ્ચે એક ધૂળિયો મારગ જતો હતો જેના પર અમારી બરાબર આગળ છ રબારી બહેનો અને ભરત ભરેલી લીલી ગરમ શાલ વાળા એક રબારી પુરુષનો સમૂહ પાણીના રેલા માફક ચાલતો હતો.ગતિમાં રહેલા વિષય પાછળ ચાલતા ચાલતા photography કરવાનો અનુભવ લેવા માટે મેં એ સાત જણાના આખાય groupને જીલ્યું ત્યારે છમાંથી ત્રણ રબારણના માથે પોટલા હતા અને એક રબારી પુરુષે ખભે આડી નાખેલી લાકડીના જમણા છેડે પોટલી બાંધી હતી જે આમ ગણો તો તે સૌનું luggage જ હતું.
   



  બાવળિયાના foregroundમાં પરંપરાગત રબારી વસ્ત્રોમાં લહેરાતા આ group photoને compose કરીને click કર્યો ત્યારે એ સમૂહ તો ચાલતો હતો એટલે વારે વારે સમૂહના સભ્યો કે મારી ફોટોગ્રાફીના ગતિમાં રહેલા આ વિષયો એકબીજામાં merge થઈ જતાં હતાં આથી ઘણી ધીરજ પછી પણ હું એક એક જણ figure out થાય એવો photo ન જ પાડિ શકિ પણ ધમડકાના ધૂળિયા રસ્તે છટાપૂર્વક ચાલતા આ રબારીનો સમૂહ, રસ્તાને gracefully સ્પર્શતી માથે ઓઢેલી તેઓની કામળી અને એક પછી એક ઉપડતા તે સૌના ચરણની ચંચળતા જેવી જીલાણી એવી જીલ્યાનો સંતોષ પીળી પડી ગયેલી જુની negativeમાં હજી હોંકારા દે છે તેનો આનંદ છે.
   

 ધમડકામાં આવા હોંકારા જીલતા અમે એવા વિસ્તારમાં પ્રવેશ્યા જ્યાં ચારસો વર્ષ પહેલા સિંધ પાકિસ્તાનથી કચ્છના ધમડકા ગામમાં આવીને વસેલા ખત્રી પરિવારો પાંચ હજાર વર્ષ પ્રાચીન અજરખની hand block printingની કલાને ઓળખ આપતાં અજરખ block printing અને dyeingનું કામ કરતાં હતાં.



એક એક ઘર-ફળિયામાં કમાનો, કેરી, બદામ બુટો, ફુલ-પાંદડી, મોરપિંછ, ચંપાકલી, સૂરજમુખી અને ખાસ તો પરંપરાગત ભૌમિતિક ભાતના blockના block પડેલા જોયા અને ધમડકાના રસ્તા પર મેથ્યા પીળા (ochre yellow) રંગના કાપડને  સુક્કાભઠ્ઠ  landscape વચ્ચે સુકાતા જોયા.



    

સિંધની સંસ્કૃતિ અને પરંપરાના પ્રતીક સમા અજરખના hand block printing અને dyeingને જોવા-જાણવાની અદમ્ય ઈચ્છાના બળે અમે ‘ખત્રી મહોમ્મદભાઈ સિદીકભાઈ & કંપની’ લખેલા ખત્રી પરિવારના આંગણે પહોંચ્યાં અને અંદર આવીએ એવું પૂછ્યું.કાળી ભમ્મર દાઢી વાળા એક ભાઈના મીઠા આવકારે અમે અજરખની અદભુત દુનિયામાં પ્રવેશ્યા જ્યાં ખત્રીઓને પ્રિય અજરખનો Indigo blue રંગ દેખા દેતો હતો; જ્યાં મજીઠીયો કાળો [Madder black] રંગ અજરખની કોઈ ભૌમિતિક ભાત ફરતે outline થઈને ઉભો હતો; જ્યાં મહેંદી, હળદર, ગળી, રેવંચીનો છોડ અને અન્ય ઔષધિઓથી બનેલા પ્રાકૃતિક રંગો સો ટકાના biodegradationની નિરાંત લઈને અજરખની વિવિધ ભાતની અંદર રંગ પૂરણી કરતાં અજરખની ચાર સદીની ‘ધમડકા કથાને’ કહેતા હતાં.
    



અજરખનો ઈતિહાસ તો એવું કહે છે કે ચારસો વર્ષો પહેલા કચ્છના રાજા રાવ ભારમલજીએ સિંધથી અજરખના artisansને કચ્છમાં આવવા આમંત્રણ આપેલું અને તેમના આવ્યા પછીની ચાર સદીમાં ધમડકામાં flourish થયેલા અજરખ printing અને dyeingના artisansની નવમી-દસમી પેઢીના આંગણે અમે મહેમાન બન્યા હતાં તેની ખબર તો આદરણીય અબ્દુલ જબ્બર મોહમ્મદભાઈ ખત્રી સાથે વાત કરતાં કરતાં પડી. 
      

 એટલું જ નહીં, અબ્દુલ જબ્બરભાઈ ખત્રીના આંગણે પગ મુક્યા પછી તેમણે અમને કચ્છના ભ્રમણશીલ પશુપાલકો અજરખના જે વસ્ત્રને કમરબંધ, સ્કાર્ફ, ખભે નખાતા ખેસ અને ફેંટા તરીકે વાપરે છે તે અજરખના blocks બતાવ્યા. Washing અને dyeingની mutiple cycleથી બનતા અજરખના આ blocksને કેવી રીતે દાબી દાબીને hammering કરીને print transfer કરવામાં આવે છે તે પણ સમજાવ્યું અને Indigo blue એટલે ગળી ભૂરા અને જાંબલી તરફ વળતાં ઘેરા લાલ રંગ કે કિરમજી એટલે crimson redની વાતો કરી.
     



 અમે તો Islamic, Indian અને મુઘલ પ્રભાવના Motifsની અજરખી દુનિયામાં એવા ડૂબ્યા હતાં કે અમારી માટે ચા-પાણી આવ્યા ત્યારે એક નાનકડો break લીધો અને ફરી મોહેંજોદડોના ઉત્ખનન સાથે જોડાયેલા સિંધના આ પ્રાચીન વસ્ત્રની, તેની laborious processની, colour fast બનાવવા વપરાતી તેની indigenous natural dyesની અને અજરખના fabricને ધોવા માટે વર્ષો પહેલા ધમડકામાં વહેતી બારમાસી નદી એવી [Saran] સરન નદીની વાતો કરી અને સિંધથી કચ્છના ધમડકા આવેલા અબ્દુલ જબ્બરભાઈ ખત્રીના વડવાઓની અજરખ કથા કોઈ gripping story માફક સાંભળી અને પછી અમે અજરખની bed sheets, દુપટ્ટા, સ્કાર્ફ અને dress material જોવાનું શરુ કર્યું અને ખરીદિ પણ કરી.
    

થોડીવારમાં અમારી માટે ભોજન આવ્યું અને ભૂલ ન કરતી હોવ તો અમે ટીનના મોટા તાસમાં સૌ સાથે જમ્યા અને અજરખમાં વપરાતી natural dyesના pioneer ગણાતા ખત્રી પરિવારની નવમી-દસમી પેઢીના શ્રી અબ્દુલ જબ્બર ખત્રીની મહેમાનગતિ માણી અને જાણ્યું કે તેમના પરિવારના ત્રણેય ભાઈઓ એટલે આદરણીય ઈસ્માઈલભાઈ, અબ્દુલ રજાકભાઈ અને અબ્દુલ જબ્બરભાઈને eighties અને ninetiesમાં Master craftsmanના National award મળ્યા છે. 




આ બધુ થયું એટલા સમયમાં હું અને બિંદુ શ્રી અબ્દુલ જબ્બરભાઈના કુટુંબ-પરિવારના બાળકો સાથે ભળી ગયા હતા અને ધમડકા છોડતા પહેલા એવી ઈચ્છા પણ હતી કે સફેદ જભ્ભા-લેંઘા અને માથા પર ટોપી પહેરેલા આ બાળગોપાળોનો એક group photo તો લેવો છે અને ધમડકા જેવા વિશ્વ પ્રસિધ્ધ અજરખ printing અને dyeingના textile centreમાં આવ્યાની યાદી સ્વરૂપે શ્રી અબ્દુલ જબ્બરભાઈ ખત્રીનો પણ એક ફોટો પાડવો છે આથી મારા એસ એલ આર કેમેરાના લેન્સ સામે જોઈને બરાબર બેઠેલા બાળકો અને શ્રી અબ્દુલ જબ્બરભાઈનો મેં ફોટો પાડ્યો જે અત્યારે મારી ધમડકાની અજરખી મુલાકાતની યાદી હોવા ઉપરાંત વિશ્વ કક્ષાએ અજરખ પર ઉત્તમ કામ કરનાર એક dedicated કુટુંબ-પરિવારનું documentation પણ છે કારણ કે પચ્ચીસ વર્ષ પહેલા ધમડકાની મુલાકાત વખતે જે અબ્દુલ જબ્બરભાઈ  ખત્રીના આંગણે અમે મહેમાન થયા હતાં તે અબ્દુલ જબ્બરભાઈ ખત્રી આજે તો બહુ મોટું નામ છે.


 

 

  કહે છે કે વર્ષ 2001ના ધરતીકંપ પછી ધમડકા એટલું અસરગ્રસ્ત હતું કે એવો પ્રશ્ન હતો કે અજરખની કલા છોડવી કે ધમડકા ગામ પરંતુ શ્રી અબ્દુલ જબ્બરભાઇ ખત્રી અને અન્ય ખત્રી પરિવારોએ અજરખની કલાને અખંડ રાખી ધમડકામાં જ ધૂણી ધખાવેલી રાખી અને આજે દસેક પેઢીથી અજરખ printing અને dyeingની પરંપરાને જાળવી રહેલા આ પરિવારોમાંના શ્રી અબ્દુલ જબ્બરભાઈ ખત્રી તો અજરખની અવનવી ભૌમિતિક ભાતો સર્જી ખુદ તેના wooden blocks બનાવે છે અને અજરખની urban marketને અખંડ જાળવી રહ્યા છે.


     શ્રી અબ્દુલ જબ્બરભાઈ ખત્રીની આટલી ઓળખાણ તો ઓછી છે કારણ કે ૨૦૦૩માં ભારત સરકારનો National craft award, ૨૦૦૮માં UNESCO seal of excellence award અને ૨૦૧૪માં World crafts council તરફથી Excellence in craftનો award મેળવનાર શ્રી અબ્દુલ જબ્બર ખત્રીની textile products લંડનના Victoria and Albert museumમાં displayમાં મુકાયેલી છે અને મેં પાડેલા ફોટામાં રહેલા અબ્દુલ જબ્બરભાઈ અને તેમના ભાઈ શ્રી રજ્જાકભાઈના બાળકો, નૌમન, ઉસ્માન અને સલમાન પણ હવે તો ચોત્રીસ-પાત્રીસના થયા છે અને અજરખની પરંપરાગત કલાને કોઈ અખંડ દીવા માફક કાયમ રાખી દસ્તકરી હાટ સમિતિ જેવી Non profitable સંસ્થા હોય, Fabindia હોય, Itokri અને Jaypore જેવા online store હોય  કે હોય વિશ્વના વિવિધ દેશોના આર્ટ ફેસ્ટીવલ તેમાં અજરખને પ્રદર્શિત કરી આપણા ગુજરાતને પણ ગૌરવ અપાવી રહ્યા છે.


    વર્ષ 2000ના નવેમ્બરમાં થયેલી ધમડકાની મારી આ ગૌરવપૂર્ણ  મુલાકાતને સંધ્યાકાળ પહેલા આટોપીને અમે અજરખ hand block print પર દસેક પેઢીથી કામ કરતાં શ્રી અબ્દુલ જબ્બરભાઇ ખત્રી અને તેમના કુટુંબ-પરિવારની રજા લીધી અને ધમડકાથી ભુજ પહોંચ્યા.અમારે રાત્રે જ over night journey કરીને ભુજથી ભાવનગર પહોંચવાનું હતું એટલે ધમડકાથી ભુજ પહોંચીને અમે ફટાફટ વી.આર.પી ગેસ્ટ હાઉસ પહોંચ્યા, સામાન લીધો અને ઘાએ ઘા પહોંચ્યા ભુજના એસ.ટી સ્ટેન્ડ પર.


જેવી બસ મુકાણી કે જગ્યા secure કરી, થકવી નાખતાં થેલાઓને અમે બસની rackમાં ગોઠવ્યા, કેમેરાની જોળીને ખોળામાં મુકી અને ઊંડો શ્વાસ લઈ  ભુજથી ભાવનગરની યાત્રા શરુ કરી.આખા દિવસના થાક પછી ઊંઘ આવે તે પહેલા કેમેરાના થેલામાંથી પ્રવાસ નોંધની ડાયરી કાઢી છેલ્લા છ દિવસમાં explore કરેલા કેરા, કોટાઈ, લોડાઈ, ધોળાવીરા, કંથકોટ અને ધમડકાની નોંધ, પ્રવાસમાં આવતાં પહેલા મેં બનાવેલા ધોળાવીરાના કાચા નકશા અને ટપકાવેલા હિસાબ પર નજર કરી અને મોડી રાત્રે આવતા halt પર એકાદ ચા ચડાવી હું અને મારી સહપ્રવાસી, બિંદુ પહોંચ્યા ભાવનગર.

મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.