• Image-Not-Found

જો ગ્રાહકો મૂળ લોનની મુદત પૂરી થાય તે પહેલાં પર્સનલ લોનની સંપૂર્ણ બાકી રકમ ચૂકવે છે, તો તે તેમના ક્રેડિટ સ્કોરને સુધારી શકે છે. તેમજ,‌ EMI પર વસૂલવામાં આવતા વ્યાજ દરમાં પણ બચત કરી શકે છે.

મૂળ લોનની મુદત પૂરી થાય તે પહેલાં પર્સનલ લોનની સંપૂર્ણ બાકી રકમ ચૂકવવાને પ્રી-ક્લોઝર કહેવામાં આવે છે. જો લોન લેનારાઓ આ કરે છે, તો તે તેમના ક્રેડિટ સ્કોરમાં સુધારો કરી શકે છે. આ ઉપરાંત, તેઓ લોન પર વસૂલવામાં આવતા વ્યાજ દરમાં પણ બચત કરી શકે છે, જેનાથી લોનનો એકંદર ખર્ચ ઓછો થાય છે અને તેમના પૈસા બચે છે. 


જોકે, તેના કેટલાક ગેરફાયદા પણ છે, જેમ કે કેટલીક બેંકો લોનની અગાઉ ચુકવણી પર પ્રી- પેનલ્ટી વસૂલ કરે છે જેથી તેઓ વ્યાજ દર પર લોનના નુકસાનને રિકવર કરી શકે. તો ચાલો જાણીએ પર્સનલ લોનને પ્રી-ક્લોઝર કરવાથી થતા નફા-નુકસાન તેમજ આમ‌ કરતા પહેલા ધ્યાનમાં રાખવાની બાબતો વિશે...‌.

 
લોનને પ્રી-ક્લોઝ કરવાનાં ફાયદા શું છે?


જો તમે સમય પહેલાં તમારી પર્સનલ લોન ચૂકવી દો છો, તો સૌથી મોટો ફાયદો એ છે કે તમે વ્યાજ પર વસૂલવામાં આવતી રકમ બચાવી શકો છો. આ ઉપરાંત, તમારો ક્રેડિટ સ્કોર પણ સુધરે છે, જેના કારણે ભવિષ્યમાં લોન મેળવવાનું સરળ બને છે.


પ્રી-પેમેન્ટ કયા કિસ્સામાં ફાયદાકારક છે?


સમય પહેલાં લોન ચૂકવતી વખતે, આપણે જોવું જોઈએ કે આપણે કેટલી લોન ચૂકવી છે. ઉદાહરણ તરીકે, ધારો કે તમે 5 વર્ષના સમયગાળા માટે લોન લીધી છે અને 4 વર્ષ માટે EMI ચૂકવ્યા પછી, જો તમે પાંચમા વર્ષે આ વખતે આખી લોન ચૂકવવાનું નક્કી કરો છો, તો કોઈ ખાસ ફાયદો થશે નહીં કારણ કે બેંક શરૂઆતના વર્ષોમાં વ્યાજ વસૂલ કરે છે અને છેલ્લા વર્ષોમાં ફક્ત મૂળ રકમ ચૂકવવાની હોય છે.


પ્રી-પેમેન્ટ પેનલ્ટીના ગેરફાયદા શું છે?


કેટલીક બેંકો સમય પહેલાં લોન ચૂકવવા બદલ પ્રી-પેનલ્ટી વસૂલ કરે છે જેથી વ્યાજ દર ન મળવાને કારણે થતા નુકસાનથી બચી શકાય. અહીં, લોન લેનાર વ્યક્તિને લીક્વિડિટીની સમસ્યા ન હોય એની ખાતરી કરવી જોઈએ.


લોન પ્રી-ક્લોઝર કેવી રીતે કરવી અને કઈ બાબતોનું ધ્યાન રાખવું?


પ્રી-ક્લોઝર કરતી વખતે, આપણે આપણી લોનના નિયમો અને શરતો કાળજીપૂર્વક વાંચવી જોઈએ, જેમ કે લોક-ઇન પિરિયડ શું છે, પ્રી-ક્લોઝર ચાર્જ શું છે. આ પછી, બેંક અથવા લોન આપતી સંસ્થાને કહો કે તમે લોન પ્રી-ક્લોઝર કરવા માંગો છો. આમ કર્યા પછી, તમારી લોનની બાકીની રકમ ચૂકવો. છેવટે, બેંક પાસેથી લોન ક્લોઝર લેટર ચોક્કસપણે લો.


જ્યારે પણ તમે તમારી લોન પ્રી-ક્લોઝર કરવાનું વિચારો છો, ત્યારે પહેલા સરખામણી કરો કે શું તમારો પ્રી-પેનલ્ટી ચાર્જ વ્યાજ દર પર બચત થયેલી રકમ કરતાં વધુ છે. તેમજ ચૂકવણી બાદ કટોકટીની જરૂરિયાતો માટેના પૈસા બચે એ રીતે પણ પ્રી-ક્લોઝર કરવું.


આ ઉપરાંત, જો તમે તમારી બચત ગુમાવી રહ્યા છો તો સમય પહેલાં લોન ચૂકવશો નહીં. સમય પહેલાં લોન ચૂકવીને ખાતરી કરો કે તમને કોઈ ટેક્સમાં નુકસાન તો નથી થઈ રહ્યું ને. જો એવું હોય તો સમય પહેલાં લોન ચૂકવશો નહીં.