• Image-Not-Found

28 માર્ચ શુક્રવારના રોજ, મ્યાનમારમાં આવેલા ભૂકંપથી થાઈલેન્ડની રાજધાની બેંગકોક સુધી ધરા ધ્રુજી ગઈ હતી. જેનું કેન્દ્ર શહેરથી માત્ર 16 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં સાગાઈંગ નજીક હતું.

મ્યાનમારમાં 28 માર્ચ શુક્રવારના રોજ, સવારે 11:50 વાગ્યે 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેની અસર ભારત, થાઈલેન્ડ, બાંગ્લાદેશ અને ચીન સહિત 5 દેશોમાં પણ જોવા મળી છે. વળી ભારતમાં આ ભૂકંપના આંચકા છેક દિલ્હી NCR‌ સુધી પણ અનુભવાયા હતા. 


અહેવાલો અનુસાર, મ્યાનમારમાં 7.7 અને 6.4ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા હતા, જેનું કેન્દ્રબિંદુ શહેરથી ઉત્તર-પશ્ચિમમાં માત્ર 16 કિલોમીટર દૂર સાગાઈંગ નજીક હતું. તેમજ ભૂકંપની ઊંડાઈ 10 કિલોમીટર નોંધવામાં આવી હતી. તો ચાલો એ જાણવાનો પ્રયત્ન કરીએ કે આ ભૂકંપનું વાસ્તવિક કારણ શું છે અને તેનો અગાઉનો ઈતિહાસ શું છે?


મ્યાનમારમાં ભૂકંપનો ઈતિહાસ શું છે?


અગાઉ મ્યાનમારમાં આવેલા ભૂકંપ ઈતિહાસના પાના ફેરવીએ તો જણાશે કે, અહીં પહેલા પણ 1946માં 7.7 mm અને 7.3 mm તીવ્રતાના બે ભૂકંપો આવી ચૂક્યા છે. ત્યારબાદ 1991માં 7.0 mm, 2012માં 6.8mm, 2016માં 6.8 mm ની તીવ્રતાના ભૂકંપ આવ્યા હતા. જોકે આ તમામ ઘટનાઓ સાગાઈંગથી 16 કિમી અને 18 કિમી દૂર વિસ્તારમાં થયેલ હતી; જે આ વિસ્તારની સંવેદનશીલતાને પણ દર્શાવે છે.


મ્યાનમારમાં ભૂકંપનું કારણ શું છે?


મ્યાનમાર અને થાઈલેન્ડની રાજધાની બેંગકોક ભૂકંપથી હચમચી ઊઠયું છે. જેની ઊંડાઈ 10 કિ‌.મી. નોંધવામાં આવી હતી અને તેનું કેન્દ્ર સાગાઈંગ હોવાનું જણાવવામાં આવ્યું હતું. વળી અહીં ટેકટોનિક પ્લેટોની હિલચાલ અવારનવાર થતી રહે છે, પરંતુ આ વખતે ભૂકંપની તીવ્રતા વધુ હતી.‌ ભૂકંપની દૃષ્ટિએ આ સ્થળ ખૂબ જ સંવેદનશીલ છે. કેમ કે તે એવા સ્થાન પર છે જ્યાં ભારત અને બર્માની ટેક્ટોનિક પ્લેટની સરહદ છે. તેમજ ફોલ્ટ લાઈન લગભગ 1,200 કિલોમીટર લાંબી છે. આ જ કારણ છે કે મ્યાનમારમાં ભૂકંપ આપવાનો ઈતિહાસ લાંબો છે. 


વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધન દ્વારા એ પણ જાણવા મળ્યું છે કે પૃથ્વીની નીચે આવેલ ટેક્ટોનિક પ્લેટ્સ દર એક વર્ષમાં 11 mm થી 18 mm સુધી ખસે છે. જેને પગલે સમય સાથે વધેલ આ પ્લેટોનું ખેંચાણ અચાનક છૂટી જતાં ભૂકંપને નોતરે છે. જે અંગે જોખમ કેટલું વધશે તે ચોક્કસ કહી પણ શકાતું નથી.