ભારતે ગઈકાલે રાત્રે એર સ્ટ્રાઈક કરી પછી પાકિસ્તાન શું પગલાં લેશે તેના પર આખા વિશ્વની નજર છે. ત્યારે જોઈએ વિશ્વના દેશો કોની પડખે છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવથી વૈશ્વિક સ્તરે ચિંતાનો માહોલ છે. પહેલગામ હુમલા બાદ પાકિસ્તાને પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની ધમકી આપી છે. અમેરિકા અને ઈઝરાયલે ભારતને સમર્થન આપ્યું છે જ્યારે ચીન પાકિસ્તાનની સાથે છે. આ સંઘર્ષ માત્ર ભારત અને પાકિસ્તાન પૂરતો મર્યાદિત નથી, પરંતુ સમગ્ર વિશ્વને અસર કરી રહ્યો છે.
પાકિસ્તાન અને ભારત વચ્ચેનો તણાવ માત્ર પાકિસ્તાન અને ભારત પૂરતો મર્યાદિત નથી. જેમ જેમ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની શક્યતાઓ વધી રહી છે તેમ તેમ વિશ્વ પણ બે ભાગમાં વહેંચાઈ રહ્યું છે. ભારતીય સેનાએ પહેલગામ હુમલાના જવાબમાં કાર્યવાહી કરી, જેના પર પાકિસ્તાન બોખલાઈ ગયું છે અને નાહકની ચેતવણી આપી રહ્યું છે.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ નવી દિલ્હી અને ઈસ્લામાબાદ વચ્ચેના તણાવ વચ્ચે, પાકિસ્તાનના રાજદૂતે ચેતવણી આપી છે કે પાકિસ્તાન પરમાણુ સહિત 'સંપૂર્ણ શક્તિ' સાથે જવાબ આપશે, જો તેના પર હુમલો કરવામાં આવશે અથવા તેના મહત્વપૂર્ણ પાણીના પ્રવાહમાં વિક્ષેપ આવશે. પાકિસ્તાન આ યુદ્ધને પરમાણુ યુદ્ધ બનાવવા પર તત્પર છે, આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે કયા પરમાણુ દેશો સાથે છે.
હાલમાં સમગ્ર વિશ્વમાં 9 પરમાણુ દેશો છે, જેમાં અમેરિકા, ઈઝરાયેલ, ચીન, ફ્રાન્સ, બ્રિટન, રશિયા, ભારત, પાકિસ્તાન અને ઉત્તર કોરિયાનો સમાવેશ થાય છે. ભારતના ચીન, ઉત્તર કોરિયા અને પાકિસ્તાન સિવાય તમામ દેશો સાથે સારા સંબંધો છે, આ દેશોના નિવેદનોથી સ્પષ્ટ થઈ ગયું છે કે જો યુદ્ધ થશે તો તેઓ કયા દેશનો સાથ આપશે.
અત્યારે વિશ્વમાં 9 પરમાણુ દેશો છે, જેમાં અમેરિકા, ઈઝરાયેલ, ચીન, ફ્રાન્સ, બ્રિટન, રશિયા, ભારત, પાકિસ્તાન અને ઉત્તર કોરિયાનો સમાવેશ થાય છે. ભારતના ચીન, ઉત્તર કોરિયા અને પાકિસ્તાન સિવાય તમામ દેશો સાથે સારા સંબંધો છે, આ દેશોના નિવેદનોથી સ્પષ્ટ થઈ ગયું છે કે જો યુદ્ધ થશે તો તેઓ કયા દેશનો સાથ આપશે.
આ દેશો ભારતની સાથે રહેશે
યુએસ હાઉસના સ્પીકર માઈક જોન્સને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી અને જાહેરાત કરી કે ટ્રમ્પ વહીવટીતંત્ર ભારતને સંસાધનો સાથે મદદ કરશે. જે બાદ અમેરિકા સીધુ ભારત સાથે આવવાના સંકેતો મળી રહ્યા છે. સાથે જ ભારત પણ ખુલ્લેઆમ ઈઝરાયેલને સમર્થન આપી રહ્યું છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે પહેલગામ હુમલા બાદ ઈઝરાયેલનું એક જૂથ કાશ્મીર પહોંચી ગયું છે. જે બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ઈઝરાયેલ અને અમેરિકા ભારતની સાથે છે.
પાકિસ્તાન સાથેના દેશો
ચીને પાકિસ્તાનને સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી છે. ચીન હંમેશા પાકિસ્તાનને બચાવતું આવ્યું છે. એવી શક્યતા છે કે ઉત્તર કોરિયા પણ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનની મદદ માટે આગળ આવી શકે છે.
તટસ્થ દેશો કયા છે?
ઘણા પરમાણુ દેશો છે, જે બંને દેશોને સંયમ રાખવાની અપીલ કરી રહ્યા છે. આ દેશોમાં ફ્રાન્સ, બ્રિટન અને રશિયાનો સમાવેશ થાય છે. આ એવા દેશો છે જેમના ભારત અને પાકિસ્તાન બંને સાથે સારા સંબંધો છે.